Outlook Highlight:
1. આરોગ્યથી ભરપૂર માણો આ રેસિપીને
2. એકવાર બનાવશો આ રેસિપીને તો નાનાં-મોટાં સૌ કોઈ થઇ જશે દિવાના
આરોગ્ય અને સ્વાદના ચટકારા આપતી “કોર્ન ટીક્કી”
કોર્ન એટલે કે મકાઈ જે ના માત્ર સ્વાદિષ્ટ હોય છે પણ તેની સાથે સાથે તે આરોગ્યસભર પણ હોય છે. વાત કરીએ સ્વીટ કોર્નની તો તેમાં રહેલું સ્ટાર્ચ અને ફાઈબર નામનું તત્વ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં ખુબ સહાયક છે. આવો જાણીએ કોર્ન ટીક્કી બનાવવાની રીત:
કોર્ન ટીક્કી બનાવવા માટેની સામગ્રી:
મીડીયમ સાઈઝના બાફેલા બટેકા- ૨ નંગ
બાફેલી મકાઈ- 1 કપ
બ્રેડનો પાઉડર- 2 ટી સ્પૂન
જીરા પાઉડર- 1/4 ટી સ્પૂન
ગરમ મસાલો- 1/2 ટી સ્પૂન
આદુની પેસ્ટ- 1 ટી સ્પૂન
સમારેલા લીલાં મરચાંની પેસ્ટ- 2 નંગ સમારેલી
કોથમીર- 2 ટેબલ સ્પૂન
ચાટ મસાલો- 1/2 ટી સ્પૂન મીઠું – સ્વાદ અનુસાર
લાલ મરચું પાઉડર- 1 ટી સ્પૂન તેલ- ટીક્કીને શેકવા માટે
કોર્ન ટીક્કી બનાવવાની રીત:
સૌ પ્રથમ બાફેલાં બટાકાને એક બાઉલમાં લઈને તેની છાલ ઉતારીને મૈશ કરી લો. ત્યારબાદ આ મૈશ કરેલા બટાકામાં બાફેલી મકાઈને ઉમેરીને તેમાં બ્રેડનો પાઉડર, લાલ મરચું પાઉડર, આદુની પેસ્ટ, ચાટ મસાલો, સમારેલી કોથમીર અને ઉપરોક્ત તમામ સામગ્રીને ઉમેરી તેને મિક્સ કરીને 15 થી 20 મિનીટ માટે રેસ્ટ આપો. હવે એક નોન-સ્ટીક પેન લઈને ધીમી આંચ પર થોડું તેલ લગાવીને આ કોર્ન ટીક્કીને શેલોફ્રાય કરી લો. ત્યારબાદ આ તૈયાર ટીક્કી એક પ્લેટમાં લઈને તેને સોસ કે પછી કોથમીરની ચટણી સાથે સર્વ કરો.