જે જીવ કરોડો વર્ષ પહેલાં ગાયબ થઇ ગયું છે એને ફરી જીવતું કરવાની હોડમાં લાગ્યા વૈજ્ઞાનિક! જાણો કઈ રીતે થશે આ ચમત્કાર

Outlook Highlight:
1. કરોડો વર્ષ પહેલાં ગાયબ થયેલ “વિશાળકાય જીવ” ફરી થશે જીવંત
2. વૈજ્ઞાનિક 5 વર્ષમાં કરી બતાવશે ચમત્કાર

કરોડો વર્ષ પહેલાં વિલુપ્ત થયેલા જીવને ફરીથી પૃથ્વી પર જીવંત કરશે વૈજ્ઞાનિકોની ટીમ. જી હાં! આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય જાતિએ કઈ રીતે પોતાની જીંદગીમાં નવા બદલાવ કર્યા છે. ગુફાઓથી લઈને આજના આધુનિક યુગ સુધીની હોડમાં મનુષ્ય એટલો આગળ વધી ગયો છે કે તે સાયન્સના માધ્યમથી એક વિશાળકાય જીવને ફરીથી જીવંત કરવાના પ્રયત્નમાં લાગી ગયો છે. આ એવા વિશાળકાય જીવની વાત થઇ રહી છે જે પૃથ્વી પર બદલાયેલા વાતાવરણના કારણે તેનું અસ્તિત્વ નાશ પામ્યું હતું. માત્ર મળેલા અવશેષોથી બનાવેલા મૈમથના ચિત્રને ફરીથી પૃથ્વી પર હરતું ફરતું જોઈ શકાશે.

કહેવાય છે કે સદીઓ પહેલાં ડાયનોસોરથી લઈને ઘણા વિશાળકાય જીવો પૃથ્વી પર રાજ કરતાં હતાં જેને આપણે માત્ર આપણી ઈમેજીનેશનમાં જ કલ્પ્યા છે, એવું જ એક વિશાળકાય જીવ જેને “વુલી મૈમથ”ના નામે ઓળખવામાં આવે છે તેને વૈજ્ઞાનિકો જીવંત કરવાની હોડમાં લાગ્યા છે. ઘણા વર્ષો પહેલાં હિમાચ્છાદિત વિસ્તારમાંથી મળેલા ડીએનએના માધ્યમથી વૈજ્ઞાનિકો પ્રયોગો કરી રહ્યા છે, જો આ પ્રયોગમાં સફળતા મળશે તો મનુષ્ય આ મૈમથને ફરીથી જીવંત જોઈ શકશે. મળેલ માહિતી અનુસાર વૈજ્ઞાનિકો આ ડીએનએને એશિયાઈ હાથીમાં ભેળવીને તેના બાળકોને ફરીથી જીવંત કરવાના કાર્યમાં લાગી ગયા છે. બાયોટેક કંપની કોલોસલ બાયોસાયન્સના વૈજ્ઞાનિકોનો દાવો છે કે જો આ પ્રયોગ સફળ રહ્યો તો વર્ષ 2028 સુધીમાં “વુલી મૈમથ”નો અંશ ફરી પથ્વી પર જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *