જાણો મહિલાઓને મોહતું સોનું પૃથ્વી પર ક્યાંથી આવ્યું?

Outlook Highlight:
1. જાણો કઈ રીતે થઇ સોનાની ઉત્પત્તિ
2. પૃથ્વી પર સોનાના ભંડાર ક્યાંથી આવ્યાં

સોનાનું નામ પડે એટલે લોકો તરતજ તેનાથી આકર્ષાય છે, કોને ના ગમે સોનું પહેરવું? પણ શું તમને ખબર છે કે આ સોનું આવે છે ક્યાંથી? કઈ રીતે થયો સોનાનો પૃતવી પર જન્મ? કઈ રીતે સોનું ઓળખાયું મહામુલી ધાતુ તરીકે, આવો જાણીએ વિગતવાર સોનાની ઉત્પત્તિ વિશે.

નાસાના વૈજ્ઞાનિકોએ “એસ્ટ્રોનોમી”માં જાહેરકરેલ એક અહેવાલમાં જણાવ્યું કે, ધરતી જ્યારે આકાર લઇ રહી હતી ત્યારે એ વખતે સોનું પૃથ્વીનો ભાગ ન હતું. પણ કહેવાય છે કે જે અંતરીક્ષમાંથી પદાર્થો પૃથ્વીને સમયે સમયે અથડાતા રહ્યા છે ક્યાંક તેમાંથી જ થઇ છે આ મહામુલી સોનાની રચના. મીટરાઇડ્સ તરીકે ઓળખાતો પદાર્થ જે પૃથ્વીને અંદાજે ૪ બિલિયન વર્ષ પહેલાં અથડાયો હતો જે પોતાની સાથે પૃથ્વી પર સોનું લઈને આવ્યું. અને એટલું જ નહીં, ચાંદના આકારના પદાર્થો જે સમયાંતરે પૃથ્વીને અથડાતા રહ્યા અને પૃથ્વી તરફ ધસતા આવ્યાં તે ક્યાંક ને ક્યાંક ઘણાં અસાધારણ એવા ખનીજ પદાર્થો પણ પોતાની સાથે લઈને આવ્યાં અને આવી રીતે થઇ પૃથ્વી પર સોનાની અને અન્ય અસાધારણ ધાતુની એન્ટ્રી. છેને ગઝબની વાત!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *