જાણો ટામેટાંના Juice ના સેવનથી કયા થાય છે 10 ફાયદા

Outlook Highlight:

1. ટામેટાંના જ્યુસના સેવનના ફાયદા જાણી તમે પણ થઈ જશો હેરાન
2. ટામેટાંમાં જોવા મળે છે લાઈકોપીન નામનું એંટીઓક્સિડંટ તત્વ

ટામેટાંનો ઉપયોગ આરોગ્ય માટે ખુબ હિતકારક હોય છે અને એમાં જો મળી જાય ટામેટાંના જ્યુસનો ખાટ્ટો-મીઠો સ્વાદ તો આરોગ્યની સાથે સાથે મળે છે ઢાંસુ સ્વાદ. આ સ્વાદિષ્ટ એવા ટામેટાંના જ્યુસની વાત કરીએ એ પહેલાં ટામેટાં વિશે જાણીએ તો ટામેટાં એ એક પ્રકારનું ફળ જ છે જેનો ઉપયોગ રાંધવામાં કે પછી શાકના રૂપમાં થતો હોય છે. ટામેટાંમાં જોવા જઈએ તો વિટામીન A, C, K અને પોટેશિયમનો સમૃદ્ધ સ્ત્રોત જોવા મળે છે. ટામેટાંમાં મુખ્યત્વે લાઈકોપીન જેવું એંટીઓક્સિડંટ તત્વ પણ જોવા મળે છે, જે આરોગ્ય માટે હોય છે ઘણી રીતે ફાયદાકારક. આવો જાણીએ ટામેટાંના Health Benefits વિશે:

જાણો 10 અનોખી રીતો જેનાથી ટામેટાંનો જ્યુસ હેલ્થ બેનેફિટસમાં કરીદે છે વધારો:

1. વિટામીન અને ખાનીજોનો પુરતો સ્ત્રોત ટામેટાંના રસમાં જરૂરી ગણાતા એવા વિટામીન એ, સી, ઈ, કે ની સાથે સાથે પોટેશિયમ અને કેલ્સિયમ જેવા આરોગ્ય માટે મહત્વરૂપ એવા ખનીજો મળી આવે છે.
2. રોગપ્રતિકારક શક્તિમાં કરે છે વધારો ટામેટાંના રસમાં લાઈકોપીન અને બીટા-કૈરોટીન જેવા જોવા મળે છે એંટીઓક્સિડંટ, જે રોગપ્રતિકારક શક્તિને વધારવા તેમજ મજબૂત કરવા તથા સંક્રમણ અને બીમારીઓથી બચવા માટે કરે છે મદદરૂપ.
3. ટામેટાંનું સેવન હાર્ટને રાખે છે એકદમ ફીટ ટામેટાંના રસમાં લાઈકોપીનની હાજરી એલડીએલ કોલેસ્ટ્રોલના સ્તરને નીચું લાવે છે, બ્લડપ્રેશરને ઘટાડવા અને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે કરે છે મદદ.
4. વજન ઘટાડવા માટે મદદરૂપ ટામેટાંના રસમાં કેલરી ઓછી અને ફાઈબર વધારે હોય છે, જેને વજન ઘટાડવા અને ડાયજેસ્ટીવ હેલ્થ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.
5. કેન્સરથી બચાવે છે ટામેટાંના રસમાં હાજર લાઈકોપીન પ્રોસ્ટેટ, સ્તન, ફેફસા અને પેટના કેન્સર સહિતના ખતરાને ડામવામાં કરે છે મદદ.
6.હાઈડ્રેશન ટામેટાંના રસમાં પાણી વધારે માત્રામાં જોવા મળે છે જે શરીરને હાઈડ્રેશન પૂરું પાડવામાં મદદરૂપ થાય છે.
7. સ્કીનને રાખે છે એકદમ હેલ્દી ટામેટાંના રસમાં હાજર એંટીઓક્સિડંટ ફ્રિ રેડીક્લસ સામે લડવા, ઉંમર વધવાના લક્ષણોને ઘટાડી અને હેલ્ધી સ્કીનને જાળવી રાખવામાં મદદરૂપ કરે છે.
8. આઈ હેલ્થ ટામેટાંના રસમાં હાજર વિટામીન એ આંખોને આરોગ્યપ્રદ કરવામાં અને આંખો સંબધિત સમસ્યાઓને નિવારવા માટે કરે છે મદદ.
9. ડીટોકસીફિકેશન ટામેટાંના રસમાં એવા તત્વ સમાયેલા છે કે જે લીવરને આરોગ્યપ્રદ રાખવામાં કરે છે મદદ અને સાથે સાથે શરીરમાંથી હાનિકારક પદાર્થોને પણ સાફ કરવામાં મદદ કરે છે.
10. ડાયજેશન માટે છે મદદરૂપ ટામેટાંનો રસ ફાઈબરથી ભરપુર હોય છે, જેનું સેવન પાચન કરવામાં મદદ કરે છે. કબજિયાતને અટકાવીને પાચનતંત્રને વધારવામાં મદદરૂપ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *