Outlook Highlight:
1. જાણો ચાના ફાયદાઓ વિશે
2. કઈ રીતે દેશી ઓસડીયા મદદ કરે છે શરદી અને ઉધરસને ભગાવવા માટે
આપણને સૌને ખબર છે કે શિયાળામાં એક કપ જો મળી જાય ચા તો ઠંડીની હિમત નથી કે આપણી આસપાસ ભટકે. પણ શું તમને ખબર છે કે દૂધની ચાની જગ્યાએ જો તમે હર્બલ ચાનું સેવન કરશો તો તેનાથી ના માત્ર ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે પણ તેના સેવનથી શરીર પણ બીમારીઓથી રહે છે દુર. જાણો હર્બલ ટી બનાવવાનાં કેટલાક ઉપાયો જે ઠંડીમાં આપશે તમને રાહત.
1. તજપત્તાની ચાનું કરો સેવન- જો તમે તમારા આરોગ્યમાં સુધારો લાવવા માંગો છો તો દરરોજ તજનું સેવન કરવાનું કરીદો શરૂ. તજથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે, અને જો તમે તજ વાળી ચાનું સેવન કરો છો તો એનાથી પાચનમાં સુધારો આવે છે. આ ચાના સેવનથી શરીરનો મોટાપો દૂર થાય છે. તજપત્તા બ્લડ પ્રેસર અને હાર્ટના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ હોય છે. તજપત્તા વાળી ચાનું સેવન કરવાથી મેટાબોલિઝમ મજબૂત થાય છે.
2. જાયફળ ઉમેરી ચાનું કરો સેવન- શિયાળામાં વાયરલ તેમજ શરદી અને ઉધરસના કેસમાં ઉછાળો જોવા મળે છે ત્યારે જો જાયફળ ઉમેરીને ચાનું સેવન કરવામાં આવે તો તેમાં રાહત મળે છે. જાયફળ વાળી ચા પીવા માટે ઉકળતા પાણીમાં એક ચુટકી જેટલું જાયફળનું ચૂરણ નાખી તેને ઉકાળીને, ગરણીથી ગાળીને પીવાથી ખુબ રાહત મળે છે. જાયફળ ટી પીવાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે.
3. તુલસી વાળી ચા પીવાથી થશે અઢળક ફાયદા- ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરવા ઈચ્છો છો તો દરરોજ તુલસી વાળી ચા પીવાનું કરીદો શરૂ. આનાથી શરદી અને ઉધરસમાં પણ રાહત મળશે. રામબાણ એવી આ ચા સ્વાદમાં પણ એટલી જ ઢાંસુ હોય છે. તમેં જો દૂધ વાળી ચાનું સેવન કરો છો તો યાદ રાખો કે તેમાં પણ તુલસીના પત્તા ઉમેરીને ચા પીવાથી ઘણાં ફાયદા થાય છે અને એનર્જી પણ મળે છે. માત્ર પાણીમાં તુલસી ઉમેરીને પીવાથી વજન ઉતારવામાં પણ મદદરૂપ થાય છે અને શરીર સંપૂર્ણપણે ડીટોક્સ થાય છે.