Outlook Highlight:
1. એરપોર્ટના એર સ્પેસ એરિયામાં જોવા મળ્યું સંદિગ્ધ UAV
2. તંત્ર દ્વારા ફ્લાઈટો રદ તેમજ ડાઈવર્ટ કરાઈ
મણિપુર: મણિપુરમાં એક તરફ હિંસા બંદ થવાનું નામ નથી લઇ રહી, ત્યારે બીજી તરફ મણીપુરની રાજધાની ઇમ્ફાલના એરપોર્ટ નજીક રવિવારે બપોરે 2:૩૦ વાગ્યાના અરસામાં અનમેન્ડ એરિયલ વ્હીકલ (Unmanned Aerial Vehicle-UAV) જોવા મળતા જ તંત્ર સાબદું થવા પામ્યું હતું. જે બાદ એરપોર્ટ આવનાર તેમજ જનાર દરેક ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.
ઈમ્ફાલના જે એરપોર્ટ પર આ UAV જોવા મળ્યું તેનું નામ છે વીર ટીકેન્દ્રજીત અંતરરાષ્ટ્રીય હવાઈમથક છે. સુત્રોના જણાવ્યાં અનુસાર આ UAV એક ડ્રોન પણ હોઈ શકે છે, તંત્ર દ્વારા આ દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.