Outlook Highlight:
1. આંતરરાષ્ટ્રીય ટનલ એક્ષ્પર્ટ અર્નોલ્ડ ડીક્સ પહોચ્યા ઉત્તરકાશી ઘટના સ્થળે
2. ફસાયેલા 41 શ્રમિકોને બચાવવાનું કાર્ય ચાલી રહ્યું છે પુર જોશમાં
૩. બચાવ અભિયાન હેઠળ ભારે મશીનો પહોચી રહ્યાં છે સિલ્કયારા સુરંગ ઘટના સ્પોટ પર
ઉત્તરકાશી: 12 નવેમ્બરના ઉત્તરકાશીમાં સીલ્ક્યારા સુરંગ કે જે નિર્માણ હેઠળ હતી તેનો એક હિસ્સો પડી જતા તેમાં 41 શ્રમિકો ફસાયા છે. છેલ્લાં 9 દિવસથી ચાલી રહેલા બચાવકાર્યમાં આવી રહેલી આપત્તિઓની વચ્ચે આજે આંતરરાષ્ટ્રીય ટનલ એક્ષ્પર્ટ અર્નોલ્ડ ડીક્સ ઘટના સ્થળ પર આવી પહોચ્યાં છે કે જે ફસાયેલાં શ્રમિકોને બહાર કાઢવા માટે મદદ કરશે.
ટનલ એક્ષ્પર્ટ અર્નોલ્ડ ડીક્સને બચાવકાર્ય અંગે પૂછતાં જણાવ્યું હતું કે, અહિયાં શ્રમિકોને બચાવવા માટેનું કાર્ય ખુબ સારી રીતે ચાલી રહ્યું છે. અને હવે અમે આ શ્રમિકોને બહાર નિકાળવા જઈ રહ્યાં છીએ. અમારી સંપૂર્ણ ટીમ ઘટના સ્થળે હાજર છે અને અમે એક ઉપાય શોધીને શ્રમિકોને બહાર કાઢીશું. અર્નોલ્ડે વધુમાં જણાવ્યું કે ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા જેટલા જરૂરી છે એટલું જ જરૂરી છે જે બચાવ કાર્યમાં જોડાયા છે તેમની સલામતી. અહીની ટીમ ખુબ સારી છે. બચાવકાર્ય માટેની યોજનાઓ પણ સારી દેખાઈ રહી છે. શ્રમિકોને ભોજન અને દવાઓ પણ પહોચાડવામાં આવી રહ્યા છે. પૂરી દુનિયા આ પરિસ્થિતિમાં ભારત સાથે છે અને ફસાયેલા શ્રમિકોને કોઈ પણ જાતની ઈજા ના પહોચે તેનું પણ એટલું જ ધ્યાન રાખીશું. તમને જણાવી દઈએ કે, સીલ્ક્યારા સુરંગ ઘટનાના બચાવકાર્યનો ભાગ બનેલા પ્રોફેસર અર્નોલ્ડ ડીક્સ ઈન્ટરનેશનલ ટનલીંગ સ્પેસના અધ્યક્ષ છે. બચાવકાર્ય માટે ભારે મશીનો પણ ઘટના સ્થળે પહોચી જવા પામ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના નિર્માણ થઇ રહેલી ટનલના પગલે સર્જાઈ હતી કે જેનો એક હિસ્સો તૂટી જવા પામ્યો હતો.