વર્લ્ડકપ નિરાશ: ભારતવાસીઓની આશાઓ પર ફરી વળ્યું પાણી

Outlook Highlight:

1. ભારતનું ત્રીજી વખત વર્લ્ડકપનું સપનું તૂટ્યું
2. ફાઈનલમાં ભારતનો પરાજય
3. ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત જીત્યો વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ

અમદાવાદ: આજે રમાયેલી મોદી સ્ટેડીયમ ખાતેની ફાઈનલ વર્લ્ડકપ મેચમાં ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા ટીમ સામે કારમો પરાજય થતા કરોડો દેશવાસીઓની આશા પર નિરાશાનું મોજું ફરી વળ્યું છે. ટીમ ઇન્ડિયાનું આ ત્રીજી વખત વર્લ્ડકપ મેળવવાનું સપનું અધૂરું રહી ગયું છે. 46 દિવસના વર્લ્ડકપમાં 45 દિવસ ટીમ ઇન્ડિયાએ નવા આયામો સર કર્યા હતાં ત્યારે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ ફાઈનલ છ વિકેટે જીતી હતી જે સાથે ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ પોતાને નામે કરતાં નવા સફળતાના શિખરો સર કર્યા છે.

ભારતે ટોસમાં પહેલી બેટિંગ લીધા બાદ 50 ઓવરમાં 241 રન બનાવ્યાં હતાં તો સામે ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં જ ચાર વિકેટે 241 રનના લક્ષ્યને જીતી લીધું હતું. વર્લ્ડકપ ફાઈનલમાં વિરાટે 54 રન કર્યા હતાં તો બીજી બાજુ કે.એલ.રાહુલે સૌથી વધુ 6 રન બનાવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *