Outlook Highlight:
1. વર્લ્ડકપ જીતવાનું સપનું તૂટ્યા બાદ કોચ દ્રવિડનું સામે આવ્યું નિવેદન
2. શું ટીમ ઇન્ડિયા ગુમાવશે કેપ્ટન રોહિત શર્માને?
3. રોહિત અસાધારણ કેપ્ટન છે: કોચ દ્રવિડ
મોદી સ્ટેડીયમ ખાતે રમાયેલી ફાઈનલ વર્લ્ડકપ મેચમાં ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા ટીમ સામે પરાજય થયો છે ત્યારે કોચ દ્રવિડનું કેપ્ટન રોહિત શર્માને લઈને મહત્વનું નિવેદન સામે આવ્યું છે કે “રોહિત શર્મા એક અસાધારણ કેપ્ટન છે. રોહિત શર્માએ ખુબ સારી રીતે ટીમ ઈન્ડિયાને લીડ કર્યું છે. એટલું જ નહિ પણ ડ્રેસિંગરૂમમાં પણ સાથી ખેલાડીઓને પોઝીટીવ ઉર્ઝા આપીને પ્રોત્સાહિત કર્યા છે. કોઈ પણ સમય હોય રોહિત શર્મા હંમેશા ટીમ ઈન્ડિયાને આગળ વધારવા માટે મીટીંગ કે પછી ચર્ચામાં હાજરી આપવા માટે તૈયારી બતાવી છે. રોહિત શર્માએ વર્લ્ડકપની દરેક મેચમાં પોતાની અગ્રીમતા દર્શાવી છે, અને હંમેશા પોતાની બેટિંગથી તેમના ચાહકોને રોમાંચિત કરતાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે જયારે કારમી હાર પછી કેપ્ટન રોહિત શર્મા સ્ટેડીયમમાંથી બહાર નીકળી રહ્યાં હતાં તે વખતે બધાને હાથ મિલાવી રહ્યા હતાં ત્યારે વર્લ્ડકપ હાર્યાની ગંભીરતા તેમના મુખ પર સ્પષ્ટ પણે વર્તાઈ રહી હતી. ભલે એવું લાગી રહ્યું હોય કે રોહિત શર્માના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે પણ ટીમ ઇન્ડિયાને રોહિત શર્મા જેવા કેપ્ટનની ખુબ જરૂર છે. તમને જણાવી દઈએ કે 19 નવેમ્બરના રોજ રમાયેલી વર્લ્ડકપ ફાઈનલમાં ટીમ ઇન્ડિયાના હાથમાંથી સફળતાનો ખિતાબ ટીમ ઓસ્ટ્રેલિયાએ આંચકી લીધો હતો જે બાદ દેશભરમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું.