Outlook Highlight:
1. ટીમ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે 2027માં વર્લ્ડકપ જીતવાનું આપ્યું લક્ષ્ય
2. વર્લ્ડકપમાં વોર્નરે જોરદાર અંદાજમાં 535 રન બનાવી ચાહકોને કર્યા ખુશ
તાજેતરમાં રમાયેલી વર્લ્ડકપ ફાઈનલ મેચમાં ટીમ ઓસ્ટ્રેલિયાએ શાનદાર જીત મેળવીને દુનિયાને બતાવી દીધો છે પોતાનો દમ. હારથી વર્લ્ડકપની શરૂઆત કરનાર ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ કોઈક ને કોઈક રીતે સમાચારમાં જોવા મળી રહી છે. ટીમ ઇન્ડિયાની વર્લ્ડકપમાં કારમી હાર પછી જયારે પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે ટીમ ઈન્ડિયાની પ્રશંસાના ફૂલ વેરયા તો બીજીતરફ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટર ડેવિડ વોર્નરે વર્ષ 2027માં રમનારા વર્લ્ડકપની ચેતવણી આપી દીધી. અને ફરી 2027ની વર્લ્ડકપ મેચ જીતવા માટેનો હુંકાર કરી દીધો. આનાથી સાબિત થાય છે કે 37 વર્ષના ડેવિડ વોર્નર આવનાર વર્ષ 2027ના વર્લ્ડકપનો પણ એક ભાગ હશે.