Outlook Highlight:
1. ટ્રેનમાં ફોન ચાર્જ કરવો પડી શકે છે ભારે
2. હેકર્સની નજર છે તમારા ફોન પર
જેટલી ટેકનોલોજી આગળ વધી રહી છે અને તેના ફાયદા છે એટલા જ તેના ગેરફાયદા પણ છે. જી હાં! આજ કાલ ફોનને ચાર્જ કરવાનું ઘણું સરળ થઇ રહ્યું છે ત્યારે જો તમે કોઈ પણ પબ્લિક પ્લેસ પર ફોન ચાર્જ કરશો તો તમે આવી શકો છો હેકર્સની નજરમાં.
આજકાલ હેકર્સની નજર પબ્લિક ચાર્જીંગ પોઈન્ટ પર જોવા મળી રહી છે, જેના દ્વારા તેઓ સરળતાથી ફોનને હેક કરે છે. હકીકતમાં હેકર્સ પબ્લિક ચાર્જીંગ સ્ટેશન પર ચાર્જમાં રાખવામાં આવેલા ફોનમાં મૈલવેયર ઇન્સ્ટોલ કરે છે અને હેકિંગ સિસ્ટમથી કરી નાખે છે ફોન હેક. એટલું જ નહીં મળેલ અહેવાલ પ્રમાણે જો ફોન ટ્રેનમાં ચાર્જમાં મુકવામાં આવે છે તો પણ ફોન હેક થવાની શક્યતાઓ વધી જાય છે.
તમે જૂસ જૈકીંગનું નામ તો સાંભળ્યું જ હશે, જેના દ્વારા હેકર્સ પબ્લિક ચાર્જીંગ પોઈન્ટનો ઉપયોગ કરીને ફોનને તેનો શિકાર બનાવે છે. ટ્રેન, રેલ્વે સ્ટેશન, હોટલ્સ, એરપોર્ટ કે પછી અન્ય કોઈ પણ પબ્લિક ચાર્જીંગ સ્ટેશન પર હોય છે હેકર્સની નજર. ઉલ્લેખનીય છે કે હેકર્સ એના ફોનમાં મૈલવેયર ઇન્સ્ટોલ કરે છે જે દ્વારા યુઝરના ફોનની તમામ માહિતી ચોરી લે છે. આ રીતે તમે બનો છો જૂસ જૈકીંગનો શિકાર.