કઈ રીતે ઉઠાવી શકો PM ફસલ વીમા યોજનાનો ફાયદો?

Outlook Highlight:

  • પીએમ ફસલ વીમા યોજનાનો ફાયદો ઉઠાવો છે પણ ખબર નથી કઈ રીતે ફોર્મ ભરાય, તો આ રહી તેની માહિતી
  • જાણો પીએમ ફસલ વીમા યોજના કઈ રીતે આપી શકે છે તમને ફાયદો

ખેતીને ભારત જેવા વિકાસશીલ દેશનો એક મુખ્યભાગ માનવામાં આવે છે. જેમ કોઈ નોકરી કરવી સરળ નથી તેમ જ ખેતી કરવી પણ સરળ નથી અને ઘણી મહેનત અને સાથે ખંત માંગી લે છે. પ્રારબ્ધ પર કામ કરતી ખેતી આજના આધુનિક અને AIના યુગમાં ઘણી આગળ વધી છે. નવી નવી ટેકનોલોજીની સાથે આજના ખેડૂત પ્રારબ્ધ મુકીને ટેકનોલોજીની સાથે આગળ વધી રહ્યાં છે ત્યારે સરકાર પણ કૃષિક્ષેત્રે અવારનવાર ઘણી યોજનાઓ બહાર પડતી રહે છે કે જેનાથી ખેડૂતમિત્રોને પણ સહાય થઇ શકે. આવી જ એક યોજના છે ફસલ વીમા યોજના, જે કોઈ પણ કુદરતી આફતની સામે ખેડૂતોને વધારે નુકશાન ના વેઠવું પડે એ માટે પીએમ ફસલ વીમા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાના ફાયદા માટે ખેડૂતોએ માત્ર ૨ ટકા જેટલું જ પ્રીમિયમ સરકારને આપવાનું રહે છે. બાકીની રકમ સરકાર દ્વારા ભરવામાં આવે છે.

મહત્વનું છે કે ખેડૂતમિત્રોને પાકમાં થતાં નુકશાનના વળતર માટે વીમો લેવા ઉપરાંત વીમા સંબંધિત કોઈપણ સમસ્યાઓને લગતો સામનો કરવો પડતો હોય છે જેના ઉપાય રૂપે ટોલ ફ્રિ નંબર 1447 પર સરળતાથી પોતાની ફરિયાદ નોંધાવી શકે છે, જે બાદ ખેડૂતમિત્રોને સરકાર તરફથી એક SMS પ્રાપ્ત થશે જે બાદ તેઓએ ફરિયાદ સંબંધી ફોલોઅપ લેવાનું રહેશે. આ ઉપરાંત ખેડૂતો ખરીફ પાકો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના પોર્ટલ અંતર્ગત www.pmfby.gov.in પોતાના પાક સંબંધિત વીમો ઉતરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે પહેલાં સમુહમાં આ વીમા યોજના અંતર્ગત નુકસાની પામેલ પાકના પૈસા મળવાપાત્ર હતાં જયારે અત્યારે જો ખેડૂતના પાકને વ્યક્તિગત નુકસાન થાય છે તો પણ પીએમ વીમા ફસલ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *