Outlook Highlight:
- પ્રધાનમંત્રી મોદીની ગેરંટીએ ભાજપને અપાવી ભવ્યથી અતિભવ્ય જીત
- આ હેટ્રિકે 2024માં હેટ્રિકની ગેરંટી આપી દીધી છે. હું મતદારોનો આભાર માનું છું: નરેન્દ્ર મોદી
- ઈલેક્શન-2024ની વ્યૂહરચના, જલ્દી થશે આ ૩ રાજ્યના મુખ્યમંત્રીના નામની ઘોષણા
- તેલંગાણાની હાર સ્વીકારતા નરેન્દ્ર મોદી
હાલમાં જ થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ ફરી સાબિત કરી દીધું છે કે, મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. જી હાં હાલમાં જ આવેલા વિધાનસભાના પરિણામોએ એક્ઝીટ પોલને પણ ખોટા સાબિત કરી દીધા છે અને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો ભગવો બહુમત સાથે લહેરાઈ ચુક્યો છે. જયારે કોંગ્રેસે તેલંગાણામાં પોતાની દાવેદારી નોંધાવી છે.
તાજેતરમાં જ ચાર રાજ્યની થયેલી ચૂંટણીમાં ભાજપને ત્રણ રાજ્યમાં પ્રચંડ બહુમત મળ્યો છે અને જે મળ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાને. કોઈ પણ જુના કે નવા દાવેદાર મુખ્યમંત્રીના ચહેરાને ચૂંટણીનો ચહેરો ન બનાવીને ભાજપે આ વખતે માત્ર મોદીની ગેરંટીને જ પ્રજાની સામે મૂકીને સૌથી મોટી જીત પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત તેલંગાણા કે જ્યાં ભાજપની હાર થઇ છે તે રાજ્યમાં પણ ભાજપની બેઠક 8 ગણી જયારે વોટશેર 2 ગણા વધવા પામ્યાં છે. આ વિધાનસભાની ચૂંટણીનો સંપૂર્ણ ચિતાર જોતા તો લાગે છે કે કોંગ્રેસે દક્ષિણી રાજ્યો પર જયારે ભાજપે ઉત્તરના રાજ્યો પર સફળતાના શિખર સર કરી રહ્યાં છે.
શું કહે છે ઇલેક્શનની હાર અને જીત?
સૌ પ્રથમ વાત કરીએ મધ્યપ્રદેશની તો ભાજપ માટે 1250 રૂપિયાની લાડલી બહેન યોજના એક્કો પુરવાર થઈ જેણે ના માત્ર પુરુષ વોટર્સને પણ મહિલા વોટર્સને પણ ચૂંટણીમાં મતદાન સેન્ટર સુધી ખેંચી લાવી હતી. તો બીજીતરફ રાજસ્થાનમાં કનૈયાલાલ હત્યાકાંડનો મુદ્દો ચૂંટણીનો સૌથી ગરમ મુદ્દો રહ્યો જેને ભાજપને પોતાનું લક્ષ્ય સ્થાપવામાં મદદ કરી. જયારે કોંગ્રેસ જેવા સંગઠનને ચૂંટણીમાં મોદી સામે ગહેલોતના ચહેરાએ કારમી હાર અપાવી. વાત કરીએ છત્તીસગઢની તો ત્યાં ભાજપને બહુમત મળવાનું કારણ છે મહતારી વંદન યોજના કે જેમાં વાર્ષિક 12,000 રૂપિયાની આર્થિક મદદનું વચનનો મુદ્દો એ ભાજપ માટે જાણે આશિર્વાદરૂપ બન્યો. તો કોંગ્રેસ ભ્રષ્ટાચાર સામે પોતાની જીત હાંસિલ ના કરી શકી. આ ઉપરાંત વાત કરીએ મહિલા વોટર્સની તો તે લોકોએ આ ચૂંટણીમાં ભરોસો કર્યો માત્ર મોદીના ચહેરા પર અને મહિલાઓ એક વાર પોતાનો નેતા પસંદ કરી લે તો જલ્દી તે બીજા નેતા પર પસંદગી ઢોળતી નથી. મહિલાઓનું દરેક સ્થળે વધી રહેલું ક્ષેત્ર, તેમજ સલામતી અને હકની ગેરંટીએ ક્યાંક ને ક્યાંક માત્ર એક ચહેરા પર પોતાની પસંદગી ઢોળી છે અને તે છે વડાપ્રધાન મોદીનો ચહેરો.