Outlook Highlight:
1. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો ભારત રત્ન કાર્યક્રમ
2.બે પૂર્વ પ્રધાનમંત્રીને મળ્યા મરણોપરાંત ભારત રત્ન
૩. જાણો અન્ય કોને મળ્યું ભારત રત્નનું ઉચ્ચ સન્માન
ધ મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી:
30th March, 2024 04:00 PM
શનિવારે (30 માર્ચ,2024) રાષ્ટ્રપતિ ભવનમાં ભારત રત્ન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના પ્રમુખ જે.પી.નડડા સહિત વિદેશમંત્રી એસ જયશંકર પણ હાજર રહ્યાં હતાં. Bharat Ratna સન્માન કાર્યક્રમમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સહિત પૂર્વ મુખ્યમંત્રી અને હરિયાળીક્રાંતિ લાવનાર વૈજ્ઞાનિકને રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
જાણો કોને-કોને મળ્યો ભારત રત્નનો ઉચ્ચ ખિતાબ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ભારત દેશના બે પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહને મરણોપરાંત ભારત રત્નનો ખિતાબ આપીને સન્માનિત કર્યા હતાં. આ ખિતાબ પીવી નરસિમ્હા રાવના પુત્ર પીવી પ્રભાકર રાવે સ્વીકાર્યો હતો. તો બીજી તરફ ચૌધરી ચરણ સિંહના પૌત્ર જયંત ચૌધરીએ ભારત રત્નનો ખિતાબ સ્વીકાર્યો હતો. આ ઉપરાંત બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને પણ મરણોપરાંત ભારત રત્ન આપીને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં. વાત કરીએ દેશમાં હરિયાળીક્રાંતિ લાવનાર વૈજ્ઞાનિકની તો, વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્નનું ઉચ્ચ ગૌરવ પ્રદાન કરવામાં આવ્યું હતું, મહત્વનું છે કે આ સન્માન તેમના પરિવારજનો દ્વારા સ્વીકારવામાં આવ્યાં હતાં.