Bihar ના આધારસ્તંભ નેતા સુશીલકુમાર મોદીને કેન્સર,હાઇકમાન્ડને કહ્યું નહિ કરી શકે ચૂંટણી પ્રચાર

Outlook Highlights:

1. સોશિયલ મીડિયા દ્વારા જણાવી કેન્સરની વાત

2. ૬ મહિનાથી કેન્સર પીડિત છે સુશીલકુમાર મોદી

3. BJP અને બિહારના લોકોને કહ્યું Thank You

ધ મીડિયા આઉટ લૂક ટીમ:

3rd April,2024 03:36 PM       

એક તરફ લોકસભાની ચૂંટણી નજીક છે તેવામાં ભાજપના મુખ્ય નેતાઓને લઈને કોઈકને કોઈક વાતે બખેડા સામે આવી રહ્યાંછે ત્યારે આજે સુશીલકુમાર મોદીએ Social Media ના માધ્યમથી પોતાને Cancer હોવાની વાત પર પ્રકાશ આપીને લોકસભાની ચૂંટણીનો પ્રચાર નહિ કરવાની વાત પક્ષ સમક્ષ મૂકીને લોકોને ચોંકાવ્યા છે. તમને જણાવી દઈએ કે સુશીલકુમાર મોદી છેલ્લા 6 મહિનાથી કેન્સરથી પીડાઈ રહ્યાં છે.

બિહારના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદી કેન્સર પીડિત છે. મહત્વનું છે કે આ ગંભીર બીમારીના ચાલી રહેલા ઇલાજને ધ્યાનમાં રાખીને આવનારી આગામી લોકસભા ચૂંટણીનો પ્રચાર નહિ કરી શકે. આજે સુશીલકુમાર મોદીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી પોતાના આરોગ્યને લઈને સમાચાર આપ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી સુશીલકુમાર મોદી સાર્વજનિકરીતે જોવા મળી રહ્યાં નથી પણ કોઈપણ રાજનૈતિક ઘટનાને લઈને તે પોતાનું નિવેદન આપતા જોવા મળે છે. સોશિલકુમાર મોદીએ પોતાના આરોગ્યને લઈને આપેલા નિવેદનમાં લખ્યું હતું કે, “છેલ્લા ૬ મહિનાથી કેન્સરની સામે લડી રહ્યો છું. હવે લાગ્યું કે લોકોને કહેવાનો સમય આવી ગયો છે. લોકસભા ચૂંટણીમાં હું કંઈ કરી નહિ શકું અને PM Modi ને આ વાત હું જણાવી ચુક્યો છું. દેશ, બિહાર અને પાર્ટીનો ખુબ ખુબ આભાર અને હંમેશા સમર્પિત.”

તમને જણાવી દઈએ કે સુશીલ કુમાર મોદી બિહારના પૂર્વ ડેપ્યુટી CM રહી ચુક્યા છે અને એટલું જ નહિ તેઓ Bihar રાજ્યનો મુખ્ય આધારસ્તંભ છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી લોકસભા ચૂંટણી હજુ કેટલા નવા વળાંક લાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *