BJP CANDIDATE LIST: ભાજપાનું પહેલું ઉમેદવારોનું લિસ્ટ જાહેર, જાણો કોણ છે લાયક ઉમેદવાર

Outlook Highlight:

1. BJPના પહેલા લિસ્ટમાં સામે આવ્યા 195 નામ

2. જાણો કોને મળી સીટ, તો કોનું કપાયું પત્તું

3. જાણો ક્યાં કેટલી સીટો પર થશે મહાસંગ્રામ

ધ મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી:                                                                                                                                     

3rd March, 2024 05:25 PM

લોકસભાની ચુંટણીના ભણકારા સંભળાઈ રહ્યાં છે તો બીજી બાજુ સત્તારૂઢ પાર્ટીઓ પોતાના કયા ઉમેદવારોને ટિકિટ આપવી તેના મંથનમાં લાગી ગયા છે ત્યારે ભાજપ પક્ષે શનિવાર સાંજે પોતાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ છે તે જાહેર કરી દીધું છે, જેમાં ઘણા નવા નામોની સાથે ઘણા લોકોના નામ પણ કપાયેલા જોવા મળ્યા.

ભાજપાએ જાહેર કરેલા 195 સીટો પરના પોતાના ઉમેદવારોના નામની જાહેરાતમાં, પ્રધાનમંત્રી મોદી આ વખતે ફરીથી વારાણસી સીટ પરથી ચુંટણી લડશે. તો બીજી તરફ અમિત શાહ પણ ફરી એક વાર ગાંધીનગરથી મેદાનમાં ઉતરતા જોવા મળશે. વાત કરીએ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાનની તો, શિવરાજસિંહને લોકસભા મોકલવાની બીજેપીની તૈયારી થઈ ગઈ છે, મહત્વનું છે કે આ વખતે શિવરાજસિંહ ચૌહાણ વિદિશાથી લોકસભાની ચુંટણી લડશે.

એ બધુ જ કે જે તમે બીજેપી ઉમેદવારોના લિસ્ટ વિશે જાણવા ઈચ્છો છો                                                                                     

ભાજપે પોતાના 195 ઉમેદવારોમાં 34 કેન્દ્રીય મંત્રી અને રાજ્ય મંત્રીઓનો સમાવેશ કર્યો છે. તો આ સાથે ભાજપમાંથી 3 ભૂતપૂર્વ સીએમ રહી ચૂકેલા નેતાઓને પણ ઉમેદવારોના લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વાત કરીએ મહિલા ઉમેદવારોની તો 195માંથી 28 મહિલા ઉમેદવારોને સ્થાન મળવા પામ્યું છે. આ વખતે બીજેપીએ યંગ ટેલેન્ટને પણ મહત્વ આપ્યું છે એટલે કે આ લિસ્ટમાં 47 ઉમેદવારો એવા પણ છે કે જેમની ઉમર 50 વર્ષથી પણ ઓછી છે. જાતિનું ગણિત સમજીએ  તો, 27 ઉમેદવારો એવા છે કે જેઓ અનુસૂચિત જાતિમાંથી આવે છે, તો બીજી તરફ 18 ઉમેદવાર અનુસૂચિત જનજાતિથી તો 57 ઉમેદવાર બેકવર્ડમાંથી આવે છે.

જાણો દિલ્લીમાં કોનું પત્તું કપાયું

વાત કરીએ રાજધાની દિલ્લીની તો આ વખતે ચાંદની ચૌકથી હર્ષવર્ધનનું પત્તું કપાયું છે જેમની જગ્યાએ પ્રવીણ ખંડેલવાલ ચુંટણી લડતા જોવા મળશે. નવી દિલ્લીથી મીનાક્ષી લેખીની જગ્યાએ બાંસુરી સ્વરાજને ટિકિટ આપવામાં આવી છે. તો વાત કરીએ પશ્ચિમ અને દક્ષિણ દિલ્લીની તો, પ્રવેશ વર્મા અને રમેશ બીધૂડીનું પત્તું કપાઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *