BJP LIVE: જાણો કોણ હોઈ શકે છે ભાજપના લોકસભાની ચુંટણીના દાવેદાર

Outlook Highlight:         

1. BJP એ તૈયાર કર્યું ઉમેદવારોનું પહેલું લિસ્ટ

2. જાણો શું છે ભાજપાનો 400+ જીતવાનો માસ્ટર પ્લાન

૩. ભાજપાનું ઈલેક્શન-2024ને લઈને ગાઢ મહામંથન

ધ મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી:                                                                                     

1st March, 2024 06:30 PM

જેમ જેમ લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ સિયાસી દાવપેચથી રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. જી હાં! વાત કરીએ લોકસભા ચુંટણી માટેના દાવેદારોની તો લોકસભા ચુંટણી 2024 માટે ભાજપના ઉમેદવારોનું લિસ્ટ લગભગ તૈયાર થઇ ગયું છે. સૂત્રો પાસેથી મળેલ માહિતી પ્રમાણે ગુરુવારે મોડી રાતથી શરૂ થયેલી ભાજપની કેન્દ્રીય ચુંટણી સમિતિની બેઠક સવારના લગભગ 4 વાગ્યા સુધી ચાલી હતી જેમાં સિયાસી ગરમાવો જોવા મળ્યો હતો.

મહત્વનું છે કે આ બેઠકમાં 100 થી પણ વધારે સીટો પરના ઉમેદવારોના નામનું મનોમંથન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પ્રાપ્ત માહિતી મુજબ ભાજપાનો પ્લાન સામે આવ્યો છે જેમાં જયશંકરને ગુજરાતથી ચુંટણી લડાવાનો તેમજ બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતને મંડીથી ટીકીટ આપવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે ભાજપે ઉમેદવારોનું પહેલું લિસ્ટ લગભગ તૈયાર કરી લીધું છે, જેમાં રહેલા ઉમેદવારોના નામોનું એલાન કોઈપણ સમયે થઇ શકે છે.

વધુમાં મળેલ અહેવાલ મુજબ, ઉમેદવારોના આ નવા લિસ્ટમાં ઘણાં રાજકારણી માથાઓના નામ કમી થઇ શકે છે, જેમાં રીટા બહુગુણા જોષી, બૃજભૂષણ શરણ સિંહ જેવા નેતાઓની ટીકીટ કપાઈ શકે છે. તો બીજી તરફ યુપી, રાજસ્થાન, દિલ્લી, એમપી તેમજ અસમ સહીત ઘણાં રાજ્યોમાં લોકસભાની ચુંટણીના દાવેદારોના નામ પર ચર્ચાઓ કરવામાં આવી રહી છે. ખૈર જોવાનું એ રહું કે લોકસભા ચુંટણી 2024 કોના માટે કેટલું ફળદાયી અને મહત્વપૂર્ણ સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *