Outlook Highlight:
1. જાણો કોંગ્રેસનો કયો ઉમેદવાર ક્યાંથી લડશે ચૂંટણી
2. જાણો કોને મળી સીટ, તો કોણ રહી ગયું પાછળ
૩. જાણો એ મહાભાવી વિશે કે જે આપશે અન્ય પક્ષોને ટક્કર
ધ મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી:
9th March, 2024 07:30 PM
લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો એ કમર કસી લીધી છે ત્યારે કોંગ્રેસ પણ તેમાં પાછળ નથી. કોંગ્રેસે પોતાનું પહેલું ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે કે જેમાં સામે આવ્યાં છે 39 ઉમેદવારોના નામ.
મહત્વનું છે કે પક્ષે દિલ્લી સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજિત કરેલી પ્રેસ કોન્ફરન્સમાં પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું. આ લિસ્ટમાં રાહુલ ગાંધીની સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે વાત કરીએ આ લિસ્ટમાં સામેલ મોટા માથાઓની તો તિરુવંતપુરમથી શશી થરૂર ચૂંટણીના મેદાને ઉતરશે તો રાહુલ ગાંધી કેરળના વાયનાડથી ચૂંટણી લડતા જોવા મળશે. આ ઉપરાંત ઉમેદવારોના આ લિસ્ટમાં તામ્રધ્વજ સહુ, કેસી વેણુગોપાલનું નામ ઉમેરવામાં આવ્યું છે.
વાત કરીએ કોંગ્રેસ પક્ષના એજન્ડાની તો આ વખતે કોંગ્રેસે પોતાની યાદીમાં 15 સામાન્ય વર્ગના ઉમેદવારોને સ્થાન આપ્યું છે તો આ સાથે 24 એસસી, એસટી અને અલ્પસંખ્યક વર્ગે પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. ઉપરાંત 12 ઉમેદવાર કોંગ્રેસ ધ્વારા એવા પસંદ કરવામાં આવ્યાં છે કે જે 50 વર્ષથી પણ ઓછી વય ધરાવે છે. કોંગ્રેસનું પ્રથમ લિસ્ટ જોતાં તો લાગે છે કે આ વખતે પાર્ટીએ પોતાનો એજન્ડા બદલ્યો છે અને મંથન કરીને પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
જો કે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે સાત રાજ્યો અને 1 કેન્દ્રસાશિત પ્રદેશ માટે 39 ઉમેદવારોનું લિસ્ટ જાહેર તો કરી દીધું પણ જોવાનું એ રહ્યું કે ગુજરાત રાજ્ય વિશે પક્ષે પોતાનો કયો એજન્ડા કામે લગાડ્યો છે.