Loksabha Election સમયે કોંગ્રેસ બહાર પાડ્યું ઉમેદવારોનું 11 મું નવું લિસ્ટ

 Outlook Highlight:

1. Congress એ જાહેર કર્યું ઉમેદવારોનું 11મું  લિસ્ટ

2. જાણો કોને આ લિસ્ટમાં મળ્યું છે સ્થાન

3. કોંગ્રેસે અત્યાર સુધીમાં  કર્યા 231 ઉમેદવારો નામ જાહેર

ધ મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી:

2nd April, 2024 04:00 PM

લોકસભાની ચૂંટણી એકદમ નજીક આવી ગઈ છે ત્યારે Congress પક્ષે પોતાના ઉમેદવારો જાહેર કરતું 11મું લિસ્ટ જાહેર કરી દીધું છે. મહત્વનું છે કે આ લિસ્ટમાં 17 સીટો પરના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. કોંગ્રેસ પક્ષનું આ લિસ્ટને મુખ્ય રાખીને ગણિત સમજી તો આ લિસ્ટમાં આંધ્ર પ્રદેશ, ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ સહિત 17 સીટો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે.

મહત્વનું છે કે કોંગ્રેસે ઉમેદવારોના નામ એક સાથે જાહેર ના કરતાં થોડા થોડા અંતરે નામ જાહેર કર્યા છે. આ નવા લિસ્ટમાં આંધ્રપ્રદેશની 5 સીટો,ઓડિશાની 8, પશ્ચિમ બંગાળની 1 અને બિહારની 3 સીટોનો સમાવેશ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પક્ષ અત્યાર સુધી 231 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યું છે. વાત કરી કોને ક્યાંથી લોકસભાની સીટ આપવામાં આવી છે તો, બિહારના મહત્વના કિશનગંજથી મોહમ્મદ જાવેદ, કટિહારથી તારીક અનવરને પોતાનો ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે.

જાણો કોને ક્યાંથી સીટ મળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *