Gujarat Election Live: ગુજરાત સહિત 11 રાજ્યોમાં ત્રીજા ચરણનું મતદાન શરૂ

Outlook Highlight:

1. ગુજરાતની 25 સીટો પર મતદાન શરૂ

2. ત્રીજા તબક્કાનું દેશભરમાં 93 બેઠકો માટે મતદાન

૩. ચાલો સૌ સાથે મળીને ઉજવીએ લોકશાહીના પર્વને

મીડિયા આઉટ લૂક ટીમ, ગુજરાત:

7th May, 2024 10:44 AM

Gujarat Election Update: Loksabha Election 2024ના ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 સીટો સહિત 93 સીટો પર મતદાન શરૂ થઈ ગયું છે. આજે 11 કરોડ મતદારો પોતાના કિમતી વોટ EVM મશીનમાં કેદ કરશે. મહત્વનું છે કે લોકસભાની 543 સીટો પર થનાર મતદાન પર આજે એટલે કે ત્રીજા ચરણમાં 283 બેઠકોનું મતદાન પૂર્ણ થઈ જશે એટલે કે આમ જોવા જઈએ તો લગભગ અડધો અડધ સીટ પર ચૂંટણીની સફર પૂર્ણ થશે.

આજે એટલે કે ત્રીજા તબક્કામાં 1,300થી વધુ ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે ત્યારે વાત કરીએ ગુજરાતની તો ગુજરાત રાજ્યમાં 25 બેઠકો માટે ધીમી ગતિથી મતદાન સવારથી જ શરૂ થઈ ગયું છે. લોકોમાં ચૂંટણી પર્વને લઈને ઉત્સાહ વધતાં ઓછા અંશે જોવા મળી રહ્યો છે. આજે થઈ રહેલા મતદાનમાં ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં ગરમી 40 ડિગ્રી થવાની શક્યતા છે, ત્યારે મતદારોને આકર્ષવા માટે મતદાન કેન્દ્રોને અલગ અલગ થીમ પર સજાવવામાં આવ્યાં છે. વાત કરીએ પહેલાં અને બીજા ચરણના મતદાનની તો, વર્ષ 2019ની સરખામણી એ મતદાન 3 થી 4 ટકા ઓછું થવાં પામ્યું હતું ત્યારે આજે થનારા મતદાનમાં મતદાતાઓ પોતાનો સહકાર આપે તેવી આશા સેવવામાં આવી રહી છે.

જાણો ગુજરાતની 5 મહત્વની બેઠકો વિશે

ગુજરાતની 25 બેઠકોમાંથી Top 5 બેઠકોની વાત કરીએ તો તે છે ગાંધીનગર કે જ્યાં Amit Shah (Bhajap) ને ટક્કર આપશે સોનલ પટેલ (કોંગ્રેસ), તો આ સાથે રાજકોટમાં મુખ્ય ચર્ચામાં રહેલા એવા પરષોત્તમ રૂપાલા (ભાજપ) કે જેની સામે પરેશ ધાનાણી (કોંગ્રેસ) ચૂંટણીમાં ઊભા છે, વાત કરીએ પોરબંદરની તો, મનસુખ માંડવીયા (ભાજપ) સામે હરીફાઈ આપી રહ્યાં છે લલિત વસોયા (કોંગ્રેસ), ખેડામાં દેવુસિંહ ચૌહાણ (ભાજપ)ને ચૂંટણીમાં પડકાર આપશે કાળાભાઈ ડાભી (કોંગ્રેસ) અને અંતે નવસારી પર નજર કરી તો ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની સામે હરિફાઈમાં ઊભા છે નૈષધ દેસાઈ (કોંગ્રેસ).

જાણો ક્યાં કેટલી બેઠકો પર આજે થઈ રહ્યો છે લોકસભાની ચૂંટણીનો મહાસંગ્રામ

વાત કરીએ ત્રીજા ચરણમાં થઈ રહેલી લોકસભા ચૂંટણીની 93 બેઠકોની તો, આજની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 25, મહારાષ્ટ્રની 11, ઉત્તરપ્રદેશની 10, કર્ણાટકની 14 (કુલ 28 બેઠકો), છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ 4, આસામની 4 અને ગોવાની 2 બેઠકો મળીને કુલ 93 બેઠકો પર આજે મતદાન પર્વ ઉજવાઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *