ગુજરાતમાં જામ્યો કમોસમી વરસાદી માહોલ: ક્યાંક વરસ્યો ધોધમાર વરસાદ તો કયાંક પડયો કરા સાથે વરસાદ

 

Outlook Highlight: 

1. ગુજરાતમાં ઠેર ઠેર જોવા મળી માવઠાની અસર

2. ખેતરમાં રહેલા પાક બગડવાની સેવાઈ રહી છે ભીતિ

3. જાણો ગુજરાતમાં ક્યાં ક્યાં નોંધાયો વરસાદ

ધ મીડિયા આઉટ લુક ટીમ,ગુજરાત:

2nd March,2024, 07:20 Pm

હવામાન ખાતાની તારીખ 1, 2 અને ૩ માર્ચના રોજ માવઠાની આગાહી વચ્ચે કમોસમી વરસાદની સવારી ગુજરાત રાજ્યમાં આવી પહોંચી છે ત્યારે ભર શિયાળે ચોમાસાનો માહોલ જામતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અચાનક સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનના કારણે વરસાદી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

મહત્વનું છે કે આજ સવારથી જ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, દ્વારકા તેમજ બનાસકાંઠા, કચ્છ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. એટલું જ નહીં અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો તેમજ ભારે પવન અને કરા સાથે વરસાદ વરસવા પામ્યો હતો. વાત કરીએ સૌરાષ્ટ્રની તો રાજકોટ જિલ્લામાં પણ સવારથી જ વરસાદી મહોલની વચ્ચે વાદળછાયું વાતાવરણ અને અચાનક પવન સાથે વરસાદ વરસી પડ્યો હતો. વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ જામનગર ખાતે આવેલા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલો પાક પલળી જવા પામ્યો હતો. ઠેર ઠેર પડેલા કમોસમી વરસાદને પગલે રાજ્યના ખેડૂતોમાં પાક બગડવાની ભીતિ સેવાઇ રહી છે, તેવામાં શિયાળુ પાકને નુકશાન થવાના અહેવાલ પણ સામે આવી રહ્યાં છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *