૧. સૌમલાકી શહેરમાં જોરદાર ભૂકંપના ઝટકા
૨. ભૂકંપની તીવ્રતા 6.9ની નોંધાઈ
૩. બાંદા સમુદ્ર બન્યું ભૂકંપનું એપી સેન્ટર
ઇન્ડોનેશિયામાં સવારે જોરદાર ભૂકંપના ઝટકા નોંધાયા છે. ઇન્ડોનેશિયામાં આવેલ બાંદા સમુદ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. યુએસજીએસએ આ અંતર્ગત જણાવ્યું કે 6.9ની તીવ્રતાનો ભૂકંપ સવારે 10.23 કલાકે બાંદા સાગરમાં અનુભવાયો હતો. સમુદ્રમાં આવેલ આ ભૂકંપે સૌમલાકી શહેરને હચમાચવી નાખ્યું છે. જો કે ભૂકંપથી અત્યાર સુધી તારાજીના કોઈ પણ સમાચાર છે નહિ. આ ઉપરાંત એએએફપીના જણાવ્યાં અનુસાર સુનામીની કોઈ ચેતાવણી આપવામાં આવી નથી.
ઇન્ડોનેશિયામાં અવારનવાર આવતા રહે છે ભૂકંપના ઝટકા
ઇન્ડોનેશિયા પ્રશાંત સાગરના રિંગ ઓફ ફાયર પર વસેલું છે, જેના કારણોસર ત્યાં અવારનવાર ભૂકંપના ઝટકા અનુભવતા રહે છે. રિંગ ઓફ ફાયર પ્રશાંત, કોકોસ, ભારતીય-ઓસ્ટ્રેલિયાઈ, ઝુઆન દે ફૂકા, ફિલિપિન, નાઝકા, અને ઉત્તરી અમેરિકા ટેક્ટોનીક પ્લેટો એકબીજા સાથે જોડાયેલી છે.