૧. પીએમ નેતન્યાહૂનો યુધ્ધને થોડા સમય માટે રોકવાનો નિર્ણય
૨. ફસાયેલા લોકો માટે સહાયતા પહોંચાડવાનો થયો નિર્ણય
૩. અત્યારસુધી માં ૪૧૦૦ બાળકો સહીત ૧૦ હજારના મોત
ગાઝા: ઇઝરાયેલ અને હમાસના યુધ્ધને આજે ૧ મહિનો પૂરો થઇ ગયો છે, જેમાં ઇઝરાયલી સેનાએ પ્રતિક્રિયાના ભાગરૂપે હમાસને પાયમાલ કરી નાખ્યું છે ત્યારે ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીયોનું કહેવું છે કે ઇઝરાયલી હુમલામાં લગભગ ૪૧૦૦ બાળકો સહીત ૧૦,૦૦૦ થી પણ વધારે પેલેસ્ટીનિયનના મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે તત્કાલ યુધ્ધવિરામ માટે આહ્વાહન કરતાં જણાવ્યું છે કે ગાઝા બાળકો માટે કબ્રસ્તાન બની રહ્યું છે.
તો બીજી તરફ ઇઝરાયલી પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, ઇઝરાયેલ ગાઝા પટ્ટીને સહાયતા સામગ્રી પહોચાડવા તેમજ ત્યાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુધ્ધમાં થોડા સમય માટે વિરામ આપવા પર વિચાર કરશે. આ વાત વાયુવેગે પ્રસરતા જ આંતરરાષ્ટ્રીય દબાણ હોવા છતાં યુધ્ધ વિરામના આહ્વાહનને ઇઝરાયેલે ફરીથી નકારી કઢાયું છે.