Loksabha Election: કોંગ્રેસ લઈને આવી ગઈ છે પોતાના ઉમેદવારોનું નવમું લિસ્ટ

Source: ANI

Outlook Highlight:

1. કોંગ્રેસે લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોનું નવું લિસ્ટ કર્યું જાહેર

2. જાણો કયા 5 નામ પર ઉતારી કોંગ્રેસે પોતાની પસંદગી

૩. જાણો કોણ આવશે બીજેપીને આમને સામને

ધ મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી:

29th March, 2024 11:16 PM

લોકસભાની ચૂંટણી એકદમ નજીક છે ત્યારે કોંગ્રેસે શુક્રવારે મોડી સાંજે Loksabha Election 2024 માટે પોતાના ઉમેદવારોની નવમી સૂચી બહાર પાડી દીધી છે. શુક્રવારે બહાર પાડેલી સૂચીમાં કોંગ્રેસે 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે કે જે બે રાજ્યમાંથી છે. આવો જાણીએ કોને ક્યાંથી ટિકિટ કોંગ્રેસે આપી છે, અને કોણ કરશે બીજેપીનો મુકાબલો.

જાણો કયા ઉમેદવારને ક્યાંથી સીટ મળી

29માર્ચ,2024ના રોજ કોંગ્રેસે જાહેર કરેલ લિસ્ટમાં કર્ણાટક રાજ્યમાંથી 3 નામ જ્યારે રાજસ્થાનમાંથી 2 નામ એમ મળીને કુલ 5 ઉમેદવારોના નામ બહાર પાડયા છે.

વાત કરીએ કર્ણાટકના બેલ્લારીની તો સેઇ. થુકારામને, કર્ણાટકના ચામરાજનગરથી સુનિલ બોસ અને કર્ણાટકના ચિકબલ્લપુરથી રક્ષા રમૈયા પર કોંગ્રેસે પોતાની પસંદગી ઢોળી  છે. રાજસ્થાનમાંથી ઉમેદવારોના નામ બહાર આવતાની સાથે જ કોંગ્રેસનું ગણિત સામે આવ્યું છે કે જેમાં ભીલવાડા પ્રાંતમાંથી સી.પી.જોશી અને રાજસમંદથી ડો.દામોદર ગુર્જરને ઉમેદવારી મળી છે.

કોંગ્રેસે બહાર પાડેલા ઉમેદવારોના નવમા લિસ્ટમાં જે નામ ખૂલ્યા છે તે જોતાં રાજકારણ જાણે ગરમાઈ રહ્યું છે, કારણકે રાજસ્થાનમાં મોટાભાગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાતો હોય છે. વાત કરીએ બીજેપીના રાજસ્થાનના ઉમેદવારની તો ભાજપે રાજસમંદથી મહિમા સિંહને લોકસભાની બેઠક માટે ટિકિટ આપી છે જ્યારે અન્ય સીટ પર ભાજપે પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે લોકસભાની ચૂંટણીમાં કોણ બાજી મારી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *