Outlook Highlight:
1. જૂનાગઢમાં શાનદાર રીતે ઉજવવામાં આવી મહા શિવરાત્રી
2. 11 લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓએ શિવરાત્રિના પર્વનો લીધો લાભ
૩. જય ભોલેના નાદ સાથે નીકળી રવેડી
ધ મીડિયા આઉટ લૂક ટીમ, જૂનાગઢ :
9th March, 2024 09:30 PM
પરંપરાગત રીતે શિવરાત્રિના મહાપર્વની પૂર્ણાહૂતી જૂનાગઢમાં થઈ ચૂકી છે ત્યારે મળેલ માહિતી પ્રમાણે 11 લાખથી પણ વધારે ભક્તોએ આ મહાપર્વનો જૂનાગઢ ખાતે લાભ લીધો હતો. હર હર મહાદેવના નાદ સાથે જાણે સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય થઈ ગયું હતું તો બીજી તરફ મોડી રાત્રે ભવનાથ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ભક્તોનું ઘોડાપૂર જાણે ઉમટી પડ્યું હતું.
જૂનાગઢના પ્રખ્યાત એવા મહાશિવરાત્રિના પર્વની વાત કરીએ તો જય ભોળાનાથના નાદ સાથે સાધુ-સંતોએ પવિત્ર ગણાતા એવા મૃગી કુંડમાં શાહી સ્નાન કરીને પોતાને પાવન કર્યા હતા. મહત્વનું છે કે સાધુ સંતોની નીકળેલી રવેડીમાં હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો અને આ મહત્વની ક્ષણોને પોતાની નજરોમાં કંડારી હતી. પરંપરાગત રીતે યોજાયેલી રવેડીની નગરચર્યા બાદ અંતે ભવનાથ તળેટી મંદિરે પહોંચી હતી અને શાહી સ્નાન સાથે આ પર્વની પૂર્ણાહૂતી થઈ હતી.
તમને જણાવી દઈએ કે આ રવેડીમાં મહા મંડલેશ્વરો, અખાડાના સાધુસંતો તેમજ દિગંબર સાધુઓ રવેડીમાં જોડાય હતા. ઉલીખનીય છે કે કોઈ પણ પ્રકારનો અણબનાવ ના બને તેમજ ભક્તોને દર્શનનો લાહવો મળે એ અર્થે પ્રશાસને બરાબર કમર કસી હતી. એટલું જ નહીં પ્લાસ્ટિક મુક્ત પર્વ બનાવવાની તજવીજ પણ સ્થાનિક પ્રશાસન ધ્વારા હાથ ધરવામાં આવી હતી, જો કે આ ડ્રાઈવ અંતે પ્લાસ્ટિક મુક્તની જગ્યાએ પ્લાસ્ટિક યુક્તમાં ફેરવાઈ હતી.