Outlook Highlight:
1. મહારાષ્ટ્રના સીએમએ લોકસભાની ચૂંટણીનું પહેલું લિસ્ટ જાહેર કર્યું
2. જાણો મહારાષ્ટ્રમાં કોને ક્યાંથી મળી સીટ
૩. 7 સીટો પર શિવસેનાની જોવા મળી રિપીટ થીયરી
ધ મીડિયા આઉટ લૂક ટીમ, મહારાષ્ટ્ર:
28th March, 2024 08:25 PM
આજે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ આવનારી લોકસભાની ચૂંટણીને લઈને પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. મહત્વનું છે કે શિવસેના પક્ષે 8 લોકસભાની સીટોને લઈને ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં 7 સીટ એવી છે કે જેમાં રિપીટ થીયરી પર શિવસેનાએ પોતાની પસંદગી ઢોળી છે.
જાણો કોને ક્યાંથી સીટ મળી
આવનારી લોકસભાની ચૂંટણીમાં મુખ્યત્વે કોલ્હાપુરથી સંજય મંડલિકને ટિકિટ આપવામાં આવી છે, તો બીજી તરફ મુંબઈ દક્ષિણ મધ્યથી રાહુલ શેવાલેની પસંદગી કરવામાં આવી છે. વાત કરીએ બુલઢાણાની તો, બુલઢાણાથી પ્રતાપરાવ જાધવ, શિરડીથી સદાશિવ લોખંડે, માવલથી શ્રીરંગ આપ્પા બારણે, હાતકણગલેથી ધૈર્યશીલ માને, હિંગોલીથી હેમંત પાટીલના નામ જાહેર કરવામાં આવ્યાં છે. તો આ સાથે રામટેકથી કૃપાલની જગ્યાએ રાજૂ પારવેને સીટ આ વખતે આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેની પાર્ટીએ પોતાના ઉમેદવારોના લિસ્ટમાં એવા ઉમેદવારોને પસંદ કર્યા છે જે પહેલેથી જ અગાઉની ચૂંટણીઓમાં જીત મેળવતા આવ્યાં છે. હવે જોવાનું એ રહ્યું કે શિવસેના તરફથી આવનારા ઉમેદવારોના લિસ્ટમાં પક્ષ રિપીટ થીયરી અપનાવે છે કે નો રિપીટ થીયરી.