મોદી સરકારનું ચૂંટણી ટાણે મોટું એલાન: આખરે 4 વર્ષના અંતે ભારતભરમાં CAA લાગુ

Outlook Highlight:

 1. જાણો શું છે Citizenship Amendment Act – CAA

2. કેન્દ્ર સરકારે દેશમાં જાહેર કરી CAA ને લઈને નોટિફિકેશન

૩. જાણો CAA થી કયા દેશના નાગરિકોને થશે લાભ

ધ મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી:

11th March, 2024 08:00 PM

આખરે 4 વર્ષ અને 3 મહિના પછી એ દિવસ આવી જ ગયો જ્યારે ભારતભરમાં કેન્દ્ર સરકારે લાગુ કરી દીધો નાગરિકતા સુધારા કાયદો કે જેને Citizenship Amendment Act ના નામે સંબોધવામાં આવે છે. સોમવારે CAA ને લઈને ગૃહમંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કરી દીધું કે જેમાં કયા દેશના લોકોને ભારતીય નાગરિકતા મળશે તેની માહિતી આપવામાં આવી છે.

મહત્વનું છે કે CAA કાયદા ધ્વારા પડોશી દેશમાંથી આવેલા અને ભારત દેશમાં કોઈપણ પ્રકારના દસ્તાવેજ કે ઓળખપત્ર વગર રહી રહેલા લોકોને ભારતીય નાગરિકતા મળશે. આ નિયમ અનુસાર કોઈ પણ જાતના ઓળખપત્ર વગર ભારતમાં રહેતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમ વર્ગને છોડીને હિંદુઓ અને શીખ સમુદાયના લોકોને ભારત દેશની નાગરિકતા મળવાપાત્ર છે. તમને જણાવી દઈએ કે CAA નો ફાયદો લેવા માટે અને ભારતદેશની નાગરિકતા મેળવવા માટે અલ્પસંખ્યકોએ સરકાર ધ્વારા જાહેર કરવામાં આવેલા પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે મોદી સરકાર ધ્વારા સોમવારે જાહેર કરાયેલા અને મહત્વ ઘણાતા એવા નાગરિકતા સુધારા કાયદાને લઈને રાજકારણ એક તરફ ગરમાયું છે તો બીજી તરફ આ કાયદા માટે કેન્દ્ર સરકાર વર્ષ 2019થી સક્રિય થઈ હતી, 2019માં CAA ને લઈને સંશોધન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કેટલાક નિયમો સૂચિત થતા 4 વર્ષનો સમય પસાર થઈ ગયો. વધુમાં ગૃહમંત્રાલયે અરજદારો માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે કે જેમાં સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે. અરજદારોએ ભારતીય નાગરિકતા મેળવવા માટે એ વર્ષ જણાવાનું રહેશે કે જે દરમિયાન  તે લોકોએ કોઈ પણ પ્રકારના દસ્તાવેજ કે યાત્રાને લગતા પુરાવાઓ વગર ભારત દેશમાં પ્રવેશ કર્યો હોય. જો કે મળેલ માહિતી પ્રમાણે અરજદારો પાસેથી કોઈ પણ પ્રકારના દસ્તાવેજી પુરાવાઓ માંગવામાં આવશે નહીં. મહત્વનું છે કે મોદી સરકાર ધ્વારા CAA ને ભારત દેશમાં 2024ની ચૂંટણી પહેલા લાગુ કરવાને લઈને ગેરંટી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *