Outlook Highlight:
1. જાણો શું છે એક દેશ, એક ઇલેક્શન કાયદો
2. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો રિપોર્ટ
૩. એક દેશ, એક ચૂંટણીથી જાણો શું થશે ફાયદા અને ગેરફાયદા
ધ મીડિયા આઉટ લૂક ટીમ, નવી દિલ્લી:
15th March, 2024 08:50 PM
One Nation, One Election ના કાયદાને લોકમાન્યતા અપાવવા માટે કેન્દ્ર સરકારની ગતિવિધિઓમાં તેજી જોવા મળી રહી છે. મળેલ અહેવાલ પ્રમાણે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં નિમાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ ગુરુવારે પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપી દીધો છે. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ પણ હજાર રહ્યાં હતાં. આ અહેવાલ સોંપાતાંની સાથે જ તાર્કિક ગતિવિધિઓ તેજ થયેલી જોવા મળી હતી જેમાં માનવામાં આવી રહ્યું છે કે એક દેશ, એક ઇલેક્શનનો કાયદો 2029ની ચૂંટણી પહેલા લાગુ કરી દેવામાં આવશે. મહત્વનું છે કે રામનાથ કોવિંદ સમિતિએ 18,626 પાનનો અહેવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો હતો.
શું છે કહે છે એક દેશ, એક ઇલેક્શનનો કાયદો
જો આ એક દેશ, એક ઇલેક્શનની પરિભાષા સમજીએ તો તેનો અર્થ થાય છે ભલે તે સંસદ હોય કે પછી, વિધાનસભા કે પછી હોય સ્થાનિક ચૂંટણી આ દરેક ચૂંટણીની પ્રક્રિયા એક સાથે એક જ સમયે જ થશે. જેના ધ્વારા કોઈપણ મતદાતા સરકાર કે પ્રશાસનના ત્રણે સ્તરો પર એક સાથે જ વોટિંગ કરી શકશે. ઉલ્લેખનીય છે કે થોડા થોડા મહિનાઓના અંતરમાં સરકાર દેશના અલગ અલગ ભાગોમાં ચૂંટણીની પ્રક્રિયા કરાવી રહી છે, ત્યારે પ્રધાનમંત્રી એ એક દેશ, એક ઇલેક્શનની વાત દેશ સામે મૂકીને રાજનીતિમાં જ નહીં પણ દેશો-દુનિયામાં એક નવો આયામ સર્જ્યો છે.