Outlook Highlight:
1. 99 રૂપિયાની સ્કીમ બની મોતનું કારણ
2. Game zone માં 28 લોકો જીવતા હોમાયા
૩. યુવરાજ સિંહ, પ્રકાશ જૈન સહિત 6 લોકો સમક્ષ નોંધાયો ગુનો
મીડિયા આઉટ લૂક ટીમ, રાજકોટ:
26th May, 2024 01:19 PM
રાજકોટ શહેર સ્થિત Nana Mauva વિસ્તારમાં આવેલા TRP Game Zone માં શનિવારે સાંજે 5.15 ના અરસામાં લાગેલી વિકરાળ આગમાં 9 બાળકો સહિત 28 લોકો જીવતા હોમાયા. આ ગોઝારી દુર્ઘટના ઘટી ત્યારે 300 જેટલા લોકો ઘટના સ્થળે હાજર હતા. શનિવારનો દિવસ અને તેમાં પણ Vacation હોઈ લોકો પોતાના ભૂલકાઓને લઈને ગેમ ગેમઝોનમાં આવ્યાં હતાં Games રમવા માટે પણ અહીં કોને ખબર હતી કે માત્ર કેટલીક જ પળોમાં અહીં તો એવી રીતે આગ વિકરાળ રૂપ ધારણ કરશે કે 3 માળનો Game Zone બની જશે મોતનો ઝોન. વધુમાં શનિવારે બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને આગને કાબુમાં લીધી હતી. આગ કાબુમાં આવતાં જ એક, બે, ત્રણ એમ કરીને કુલ 28 મૃતદેહો મળી આવ્યાં હતાં.
મળેલ મૃતદેહોની હાલત તો એટલી બદતર હતી કે DNA Test થી જ મૃતકોની ઓળખ કરવામાં આવશે. અહીં પરિવારજનો એક તરફ ચોધાર આંસુએ રડી રહ્યાં છે ત્યારે 48 કલાકના સમય બાદ મૃતકોના DNA રિપોર્ટ પરથી પરિવારજનોને મૃતકોની લાશને સોંપવામાં આવશે. અહીં તમને જણાવી ડી કે FSL ની ટીમ મૃતકોના DNA લઈને ગાંધીનગર રવાના થઈ હતી અને હાલ પરીક્ષણ શરૂ કરવામાં આવી ગયું છે. મૃતકોના પરિવારજનોને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે અને તેમના પણ DNA સેમ્પલ લેવામાં આવ્યાં છે. આ તમામ કરુણાંતિકાને જોતાં દરેકના હૈયે એક જ સવાલ છે કે આ તમામ દુર્ઘટનાનું જવાબદાર કોણ?
TRP Game Zone માં સેફ્ટીને લઈને ના NOC લેવામાં હતી કે ત્યાં ના કોઈ Safety Measurement ને ધ્યાનમાં લેવામાં આવ્યાં હતાં. ગેમ ઝોનમાં પ્રવેશવા માટે માત્ર એક જ દાદરો અને રસ્તો હતો. મળેલ માહિતી પ્રમાણે કટિંગ અને વેલ્ડિંગનું કામ ઘટના સ્થળે ચાલી રહ્યું હતું અને બાજુમાં જ થર્મોકોલની સીટનો ઢગલો હતો તો આ સાથે ગેમ ઝોનમાં પ્રવેશતાં જ પેટ્રોલના કેન પડ્યાં હતાં કે જેના દ્વારા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને જોત જોતમાં શબો ટાયરને ચોંટી ગયા હતાં.
આરોપીઓ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો
રવિવારે એટલે કે આજે રાજકોટમાં આવેલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સંચાલક સહિત 6 લોકોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને એટલું જ નહીં આ તમામ આરોપીઓ સામે કલમ 304, 308, 337, 338 લગાડવામાં આવી છે. તો આ સાથે રવિવારે High Court માં સૂઓમોટો લગાડવામાં આવ્યો છે અને આવતીકાલે એટલે કે સોમવારે હાઇકોર્ટમાં આ ઘટનાને લઈને સુનવણી હાથ ધરવામાં આવશે. આ તમામ દુર્ઘટના સામે હાઇકોર્ટે લાલ આંખ બતાવી છે.
આ તમામ દુર્ઘટનાના પગલે ભલે ગમે તેટલાં નેતા, મોટા માથાં ઘટના સ્થળે આવીને જાય, આ દુર્ઘટના પડઘા ભલે ગમે તેટલાં દૂર સુધી સંભળાય પણ સવાલ તો એ જ થાય અને રહેશે કે જેણે પોતાના વ્હાલ સોયાને ગુમાવ્યાં છે શું તે ક્યારેય પાછા આવશે ખરા? તંત્ર ક્યારે સમજશે? અને પૈસાના લાલચીઓ ક્યારે આ મોતનો ખેલ બંધ કરશે એ તો હવે સમયાધીન જ રહ્યું.