Red Alert: Gujarat માં આકાશી આફતથી જનજીવન પ્રભાવિત: હજુ આગામી 24 કલાક પડી શકે છે મુસીબતનો વરસાદ

Outlook Highlight:

1. ભારે પવન અને જોરદાર વરસાદી આફતે સૌરાષ્ટ્રને ધમરોળ્યું

2. નદી નાળા છલકાવવાને પગલે વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળ્યાં

૩. સંપૂર્ણ ગુજરાત છે વરસાદી બાનમાં, ઠેર ઠેર હોડી શહેરી રસ્તાઓ પર તરતી જોવા મળી

મીડિયા આઉટ લૂક ટીમ, ગુજરાત:

28th August, 2024 04:29 PM

Heavy Rainfall: વરસાદ જાણે ઊભું રહેવાનું નામ નથી લઈ રહ્યો તેવામાં લોકો આકાશી મુસીબતોનો સામનો કરી રહ્યાં છે. ગુજરાતની કદાચ જ કોઈ એવી જગ્યા હશે કે જે વરસાદથી વંચિત હોય. સતત 5 દિવસથી પડી રહેલા વરસાદે અમદાવાદ, વલસાડ, વડોદરા, સુરત, નવસારી થી લઈને સંપૂર્ણ સૌરાષ્ટ્રને પણ પોતાની બાનમાં લીધું છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે તેમજ આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચન કરવામાં આવ્યું છે.

કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા સતત માહિતી અપાઈ રહી છે ત્યારે આજે  ગુજરાતનાં રેડ એલર્ટ ધરાવતાં જિલ્લાઓમાં મેઘરાજાએ ભારે પવન સાથે વરસાદી બેટિંગ કરી હોવાના ઘણાં દ્રશ્યો Dwarka, પોરબંદર, Rajkot, જામનગર, સુરેન્દ્રનગર, Morbi તેમજ અન્ય સ્થળોએથી સામે આવી રહ્યાં છે ત્યારે વરસાદને લઈને આગામી 24 કલાકમાં ગુજરાતનાં કેટલાંક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

દ્વારકાથી જામનગરમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ તેમજ ખેતરો બેટમાં ફેરવાઈ ગયાના અહેવાલ મળી રહ્યાં છે તો આ સાથે ખેડામાં વરસાદની ધમાકેદાર બેટિંગે જનજીવન પ્રભાવિત કર્યું છે. પોરબંદરના બરડા પંથકમાં પણ આકાશી આફત સામે લોકો જાણે લાચાર બની ચૂક્યા છે. વાત કરીએ જામનગરની તો જામનગર જિલ્લામાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. ક્યાંક વરસાદથી ધરતી પુત્રો ખુશ છે તો મોરબી જેવા પંથકમાં ભારે વરસાદના પગલે ઊભો મોલ નાશ પામતા ભારે નુકશાન થતા ખેડૂતોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે.

સંપૂર્ણ રાજ્યમાં એક તરફ મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel વરસાદના પગલે સતત મોનીટરીંગ કરી રહ્યાં છે ત્યારે NDRF, SDRF તેમજ આર્મીની ટુકડીઓને બચાવકાર્યમાં જોડી દેવામાં આવી છે. મહત્વનું છે કે આ ભારે વરસાદના પગલે પૂરા રાજ્યભરમાં મોતનો આંકડો વધતો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *