શિયાળાની વિદાય વચ્ચે માવઠાના એંધાણની આગાહી કરતું હવામાન વિભાગ

 Outlook Highlight:

1. ગુજરાતમાં ફરી માવઠાની આગાહી આપતું હવામાન ખાતુ   

2.ખેતરમાં ઉભા મોલની વચ્ચે ખેડૂતોના જીવ તાળવે

3. જાણો શું કહે છે હવામાન ખાતાની આગાહી

એક તરફ શિયાળો તેના અંતિમ ચરણમાં છે એટલે કે વિદાયની તૈયારીમાં છે તો બીજી તરફ હવામાન ખાતા તરફથી મળી રહેલા અહેવાલ પ્રમાણે આવનારા માર્ચ મહિનાની તારીખ ૧, ૨ અને ૩ના રોજ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે.

મહત્વનું છે કે ઉત્તર ભારતમાં થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મૌસમનો મિજાજ બદલાઈ રહ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે, જેના કારણોસર ગુજરાતના કેટલાક ભાગોમાં ના માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળશે પણ તેની સાથો સાથ વરસાદ પડવાની શક્યતાઓને અહીં નકારી શકાય નહિ. હવામાન ખાતા તરફથી મળેલા આ સમાચારના પગલે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ધાણા, જીરું સહિતના શિયાળુ પાકને નુકશાન થવાની ભીતિ પણ વર્તાઈ રહી છે. વધુમાં નજર કરીએ લઘુતમ તાપમાન પર તો, લઘુતમ તાપમાનમાં થઇ રહેલો વધારો ઉનાળાની શરૂઆત અને શિયાળાની વિદાયની સ્થિતિ દર્શાવી રહી છે. મિશ્ર ઋતુને કારણે રોગચાળામાં પણ  વધારો જોવા મળી રહ્યો છે.

વધુમાં હવામાન ખાતા તરફથી મળી રહેલા અહેવાલ પ્રમાણે અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાઓ દેખાઈ રહી છે. બીજી તરફ અત્યારથી જ ગુજરાતના છુટા છવાયા ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ખેડૂતો વરસાદના કાળા વાદળો હટી જાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *