Outlook Highlight:
- ગુજરાતમાં ફરી માવઠાની આગાહી આપતા અંબાલાલ પટેલ
- ક્યાંક તડકો તો ક્યાંક જોવા મળી રહ્યું છે વાદળછાયું વાતાવરણ
- જાણો શું કહ્યું અંબાલાલ પટેલે તેમની આગાહીમાં
આ વર્ષે જે પ્રમાણે ઠંડી પડી રહી છે અને જે રીતે માવઠું થઈ રહ્યું છે તે જોતા લાગે છે કે ઠંડીની ઋતુ આ વખતે જોઈએ તેવી જામી નથી. ઠંડી એકદમ ઠંડી રહી છે ત્યારે ગુજરાતમાં ક્યાંક તડકો તો ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવ મળી રહ્યું છે. આ બધાની વચ્ચે હવામાન આગાહીકાર આંબાલાલ પટેલે આજે (રવિવારે) ફરીથી ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓને દર્શાવતી આગાહી કરી છે. તો બીજી તરફ જાન્યુઆરી મહિનામાં ઠંડીનો પારો વધે તેવી આગાહી પણ કરી છે. મહત્વનું છે કે ગ્લોબલ વોર્મિંગની અસરો ક્યાંકને ક્યાંક જોવા મળી રહી છે આ મંદો શિયાળો જોતા લાગે છે કે મનુષ્યએ આ દિશામાં ચેતી જવું જોઈએ તેમજ સમાજ અને ભાવી પેઢીને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણયો લેવા જોઈએ.