Outlook Highlight:
1. 5 અને 6 મેના રોજ આકાશમાં નિહાળી શકાશે ઉલ્કાવર્ષા
2. 15થી 50 ઉલ્કાઓ પડતી નિહાળી શકાશે
૩. વહેલી પરોઢે આ ભવ્ય દ્રશ્ય માણી શકાશે
મીડિયા આઉટ લૂક ટીમ, રાજકોટ:
4th May, 2024 10:08 PM
આકાશમાં આજ રાત્રેથી બે દિવસ માટે આકાશમાં ભવ્ય કહી શકાય એવો ઉલ્કાવર્ષાનો નજારો નિહાળી શકાશે. શનિવાર એટલે કે આજે મધ્યરાત્રીએ આકશમાં ઇટા-એક્વેરીડસ ઉલકવર્ષનો નજારો જોઈ શકાશે. એટલું જ નહીં આકશમાંથી 15થી 50 ઉલ્કા પડતી સ્પષ્ટ રીતે જોઈ શકાશે.
સોમવાર સવાર સુધી જોવા મળનારી ઉલ્કાવર્ષા ધૂમકેતુના કારણે સર્જાતી હોય છે. સૌરમંડળમાં આવા ધૂમકેતુઓનું વિસર્જન તો થતું રહેતું હોય છે, અને તેમાંથી વિસર્જિત થયેલો પદાર્થ ધૂમકેતુની દિશા જાળવવામાં મદદ કરે છે. આ રીતે ધૂમકેતુની પાછળ વિસર્જિત થયેલો પાદાર્થ એક લસરકો છોડે છે. અને જ્યારે આ પદાર્થ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે ઉલ્કાવર્ષાનો નજારો નિહાળી શકાય છે.
ઉલ્કાવર્ષા નિહાળવા માટેની તક અદભૂત હોય છે ત્યારે વાત કરીએ ઉલ્કા નિહાળવા માટેના શ્રેષ્ઠ સમયની તો, ઉલ્કાવર્ષા નિહાળવાનો સમય મધ્યરાત્રી પછી અને વહેલી પરોઢનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. મહત્વનું છે કે ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને meteor તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકો માટે આ ખગોળીય ઘટના મહત્વની સાબિત થઈ શકે છે.